L O A D I N G

પ્રવેશ રદ કરાવી પોતાના ડોક્યુમેન્ટ્સ પરત મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સુચના

(06-12-2024)

વ્હાલા વિધાર્થીઓ અને આદરણીય વાલીશ્રી
પ્રવર્તમાન સંજોગોમાં પ્રશાસનની સુચના અનુસાર જે વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવી પોતાના ડોક્યુમેન્ટ્સ પરત મેળવવા ઈચ્છતા હોય તેઓને ડોક્યુમેન્ટ્સ સત્વરે પરત મળે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. વર્ષ 2022-2023-2024 ના વિદ્યાર્થીઓ ના મોટા ભાગના અસલ દસ્તાવેજ બેંગ્લોર થી પરત મળી ચુક્યા હોય જેઓના ડોક્યુમેન્ટ્સ પરત મેળવવાના બાકી હોય તેઓએ પરત મેળવવા માટે સેન્ટરનો સંપર્ક કરવો. સેન્ટર પર વાદ વિવાદ વિખવાદ ના કરવા આપ સૌને અપિલ છે.

વર્ષ 2021 ના સંક્લ્પા, ગોલ્ડન સ્કુલ, એરીસ્ટૉટલ સ્કુલ, સી.એન.કે.ગ્રુપ અને નોમાન ગ્રુપના ડોક્યુમેન્ટ્સ પરત મેળવવા તજવીજ ચાલે છે જે બાબત ડોક્યુમેન્ટ્સ પરત આવ્યે પોલિસ વિભાગને જાણ કરીને વિતરણ માટે અત્રેથી વ્યવસ્થા કરવામાં આવશે.

સદર બાબત કાયદાકીય રીતે જરૂરી પ્રક્રિયા હાલ ચાલુ છે જેમાં સંસ્થા દ્વારા પોતાનો પક્ષ રખાયેલ છે. આપ સૌને ફરી વિનંતી કરીએ છીએ કે ખોટી અફવાઓથી દોરાશો નહિ.

ધન્યવાદ,


ટીમ માં કામલ 
06-12-2024