L O A D I N G

Notice Regarding Material list for Karnataka Students appearing for the board exams - July 2024

(24-07-2024)

વ્હાલી વિધાર્થીઓ,


કર્ણાટક પરીક્ષા માટે જતા GNM ના વિધાર્થીઓને જણાવવાનું કે તેઓએ નીચે મુજબની જરૂરીયાતની સામગ્રી સાથે લઇ જવી. .

- બ્લેન્કેટ

- પાથરવા માટે ચાદર

- જમવા માટે ની ડીશ – વાટકી – ચમચી – ગ્લાસ – પાણી ની બોટલ- લંચ બોક્સ મુસાફરી દરમિયાન જમવા માટે (ટીફિન) જરૂરીયાત મુજબ સાથે રાખવુ

- બ્રશ – સાબુ – ટૂથબ્રશ – તમારી અંગત જરૂરિયાત ની સામગ્રી

- સુકો નાસ્તો જરૂરિયાત પ્રમાણે સાથે રાખવો

- ફોર્મલ કપડા (કુર્તી, ડ્રેસ) સાથે લાવવું (પેન્ટ,ટી-શર્ટ અને શોર્ટ ટોપ પહેરવાની પરવાનગી નથી)

- NOC letters –આધાર કાર્ડ - યુનિફોર્મ – વ્હાઈટ શુઝ – નેટ – વ્હાઈટ મોજા – બુક - (assignment book/stationary(pen, black pen, pencil, project paper, etc) ખાસ સાથે લઈ જવુ

- પ્રેક્ટીકલ પરીક્ષા માટે તમારે કોલેજ માં ડાયરેક્ટ ફી જમા કરવાની રહેતી હોય છે તેથી Rs. 9000 થી 12000 સાથે રાખવા.

કોઈ પણ વિધાર્થી પોતાની સાથે મોંઘી જ્વેલરી કે અન્ય વસ્તુ રાખશો નહી. પોતાનું આધાર કાર્ડ ભૂલ્યા વગર ઓરીજીનલ અને 5 ઝેરોક્સ સાથે રાખવી.

ભૂતકાળમાં અમુક વિધાર્થીઓ દ્વારા હોસ્ટેલ રોકાણ દરમ્યાન સ્મોકિંગ અને આલ્કોહોલ ના ઉપયોગ ની ફરિયાદ આવેલ હતી. કોઈ પણ વિધાર્થીની કોઈ પણ પ્રકારની સીધી કે આડકતરી સંડોવણી ધ્યાનમાં આવશે તો ત્વરિત પગલા રૂપે વિધાર્થીને હોસ્ટેલમાંથી કાઢી મુકવામાં આવશે અને કોઈ પણ પ્રકારે પરીક્ષા આપવા માટે પરવાનગી મળશે નહી. આ બાબત સંસ્થાની ઝીરો ટોલરન્સ પોલિસી હોય, કોઈ પણ વાલી, વિધાર્થી કે અગ્રણીની શેહ શરમ રાખ્યા વગર સંસ્થા પગલા લેશે જે બાબત વિધાર્થીઓ અને વાલીશ્રી ખુબજ સ્પષ્ટ રહે.

સુરત થી બેંગ્લોર અને બીદર ટ્રેન અને ફ્લાઈટ દ્વારા સીધા પહોંચતા વિધાર્થીઓ માટે :

સુરતથી બેંગ્લોર અને બીદર ટ્રેન અને ફ્લાઈટ દ્વારા સીધા પહોંચતા વિધાર્થીઓએ 29 જુલાઈ , 2024 ના રોજ અત્રેથી હોસ્ટેલ માટે જે સરનામું મોકલવામાં આવે ત્યાં પહોંચવું.

ખાસ નોંધ લેશો કે વિધાર્થીઓ ને આઈ-કાર્ડ સાથે રિપોર્ટીંગ કરવાની રહેશે.

ધન્યવાદ,

મમતા ચૌહાણ
ઇન્ચાર્જ (ટ્રેનીંગ )
માં કામલ ફાઉન્ડેશન